11/09/2024
જિલ્લા રોજગાર કચેરી,મોડાસા દ્વારા અરવલ્લી જિલ્લા ના યુવાનો આર્મી/એરફોર્સ/નેવી/અર્ધલશ્કરીદળો/ પેરામિલેટ્રી ફોર્સ તથા પોલીસફોર્સ વગેરે માં જોડાવવા ઉમેદવારો ને ભરતીપૂર્વે શારીરિક તેમજ માનસિક ક્ષમતા ની ધનિષ્ઠ ૩૦-દિવસ ની નિવાસી તાલીમ "વિનામૂલ્યે" આપવા માટે ના તાલીમ વર્ગ જનરલ ઉમેદવારો માટે એક તથા અનું.જનજાતીના ઉમેદવારો માટે એક એમ કુલ બે વર્ગો શરુ કરવામાં આવનારા છે
આ નિવાસી તાલીમમાં ધો-૧૦માં ઓછામાં ઓછા ૪૫% ગુણ તથા ધો.૧૨માં ઓછા માં ઓછા ૫૦% સાથે પાસ ઉમેદવારો ને તાલીમ આપવામાં આવશે.
આ તાલીમમાં ૧૭-૧/૨ થી ૨૧ વર્ષ, વજન : ૫૦ કિલોગ્રામ, છાતી : ૭૭ થી ૮૨ સે.મી., ઉંચાઇ : ૧૬૮ સે.મી. ની લાયકાત ધરાવતા ઉમેદવારો ને તાલીમ આપવામાં આવશે.
આ નિવાસી તાલીમ નો સમયગાળો દિન-૩૦નો રહેશે, તાલીમના સ્થળે રહેવા -જમવા ની સગવડ "વિનામુલ્યે" પૂરી પાડવામાં આવશે.
આ નિવાસી તાલીમ માં ઉમેદવારે ૩૦-દિવસ દરમિયાન તાલીમ સ્થળે ફરજીયાત રોકાણ કરીને તાલીમ મેળવવાની રહેશે.
આ તાલીમ માં સામાન્ય રીતે શારીરિક યોગ્યતા માટે ઉંચાઈ,વજન,તથા છાતી તથા શારીરિક કસોટીઓ જેવી કે દોડ,લાંબો કુદકો, પુલ અપ્સ વગેરેની શારીરિક ક્ષમતા ની તાલીમ તથા અંગ્રેજી,ગણિત,વિજ્ઞાન તથા સામાન્ય જ્ઞાન ની ભરતીને અનુરૂપ ફીજીકલ તેમજ લેખિત તાલીમ આપવામાં આવશે.
તાલીમના સમયગાળા દરમિયાન આ નિવાસી તાલીમ લેનાર ઉમેદવારને નિયમાનુસાર સ્ટાઇપેંડ ચૂકવામાં આવશે.
આ સ્વામી વિવેકાનંદ પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ લેવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ તારીખ:૧૮/૦૯/૨૦૨૪ સુધીમાં નજીકની રોજગાર વિનિમય કચેરી,મોડાસા ખાતે કચેરી સમય દરમિયાન રૂબરૂમાં ૨ પાસપોર્ટ સાઈઝ ફોટા,એલસી,તમામ શૈક્ષણિક પ્રમાણપત્રો અને ઉમેદવાર ના બેંક એકાઉન્ટ પાસબુકની નકલ સાથે સંપર્ક કરવા જણાવવામાં આવે છે. જેથી આ નિવાસી તાલીમવર્ગ સમયસર શરુ કરી શકાય.