18/06/2024
એક વૃદ્ધ વ્યક્તિ તેની બેંકમા જાય છે, અને એક યુવાન છોકરી (કેશિયર) ને રૂ. 1000/- નો ચેક આપે છે.👨🦯
કેશિયરઃ સર, તમારે બહારના એટીએમ માંથી આટલી નાની રકમ ઉપાડવી જોઈએ. ચેકનું પાનું અને મારો સમય બગાડવો જોઇએ નહીં.🤷♀
વૃદ્ધ માણસ: મને રૂ.1000/- રોકડા આપવામા આપને શું વાંધો છે?🤔
કેશિયર: માફ કરશો સર, તે કરી શકાતું નથી. તમે કાં તો ATM પર જાઓ અથવા ઉપાડવાની રકમ વધારશો.😮💨
વૃદ્ધ માણસ: ઠીક છે, હુ મારા ખાતામાથી મિનિમમ ફરજિયાત બેલેન્સ રાખી પુરેપુરી રકમ ઉપાડવા માંગુ છું,🤗
કેશિયર તેમના ખાતાની બેલેન્સ તપાસે છે, અને તે રૂ. 80 લાખથી વધુ હોવાનું જણાય છે! 😇
તેણી કહે છે_ "અમારી પાસે અત્યારે તિજોરીમાં એટલી રોકડ નથી. પરંતુ જો તમે મને 80 લાખ રૂપિયાનો ચેક આપો તો અમે આવતીકાલે રોકડની વ્યવસ્થા કરી શકીશું".😖
વૃદ્ધ માણસ: તમે હમણાં મને કેટલી રકમ આપી શકો છો?💁♂
કેશિયર: (બેંકનું રોકડ બેલેન્સ તપાસે છે) સર, હું તમને રૂ. 10 લાખ સીધા જ આપી શકું છું.😧
વૃદ્ધ વ્યક્તિ રૂ.1000/-નો અગાઉનો ચેક ફાડી નાખે છે, રૂ.10 લાખનો નવો ચેક લખે છે અને કેશિયરને આપે છે.🥴
જ્યારે યુવતી રોકડ લેવા માટે તિજોરીમા ગઈ, ત્યારે વૃદ્ધ વ્યક્તિ જાહેર શેલ્ફ માંથી રોકડ ડિપોઝિટ ભરવાની સ્લિપ ખેંચે છે અને તેને ભરી દે છે.✍
યુવતી રોકડ લઈને પાછી આવે છે, 10 લાખ રૂપિયાની કાળજીપૂર્વક ગણતરી કરે છે, તે વૃદ્ધને આપે છે અને કહે છે - "સાહેબ, તમે આ રકમ લઈ જઇ શકો છો. હવે તમારે આ ઢગલો જાતે ઘરે લઈ જવો પડશે, પણ તે પહેલાં કાઉન્ટર છોડતાં પહેલાં તમારા પૈસા ગણી લો. હું પછીથી કોઈ ફરિયાદ લઈશ નહીં."😤
વૃદ્ધ માણસ તે ઢગલા માંથી રૂ. 500/-ની બે નોટો કાઢે છે, પોતાના પર્સમાં મૂકે છે, અને કહે છે - "મને તારા પર વિશ્વાસ છે, બેટા, મારે ગણતરી કરવાની જરૂર નથી. હવે, આ રહી રોકડ ડિપોઝિટ ભરવાની સ્લિપ. કૃપા કરીને ₹9,99,000/- મારા ખાતામા પાછા જમા કરો અને મને સ્ટેમ્પ અને સહી કરેલ કાઉન્ટર ફોઇલ આપો. 😅
અને હા, મારી હાજરી માં રોકડ ગણો."
😂🤣😂
વાર્તાની નૈતિકતા: વરિષ્ઠ નાગરિકો સાથે કોઈ પણ ગડબડ કરશો નહીં, ખાસ કરીને જો તેઓ નિવૃત્ત હોય..!! કારણ કે ... એમને તો સમય પસાર કરવાનો હોય છે...ધંધે તમને એ લગાડી દેશે...!!
Power of..... Senior citizens